સરકારને આપેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે કર્યો જળ ત્યાગ
પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર બેસેલો છે. પાસ કન્વિનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ‘સરકાર હજુ સુધી કોઈ મુદ્દે વાત કરવા તૈયાર નથી. ભાજપના નેતાઓ નિવેદનો આપી રહ્યા છે. સૌરભ પટેલ કે જેઓ ઉર્જા મંત્રી છે તેઓ ખેડૂતોના મુદ્દે વાત કરી રહ્યા છે. કૃષિમંત્રીએ સામે આવી ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે અમે ગઇ કાલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે આજે પૂર્ણ થાય છે. હાર્દિક પટેલે જાહેર કર્યા પ્રમાણે જળત્યાગ કર્યો છે. અમને લાગી રહ્યું છે કે સરકાર હાર્દિકને હોસ્પિટલાઇઝ કરવા ઇચ્છે છે. 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. તો મનોજ પનારાએ ઉર્જામંત્રી સૌરભ પટેલને કહ્યું કે તમારું ખાતું નથી છતા તમે કેમ નિવેદનો આપો છે, કૃષીમંત્રી કેમ કોઇ નિવેદન આપતાં નથી.
અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ મામલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. પાસના કન્વીનર મનોજ પનારાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે સરકાર હાર્દિક પટેલને હોસ્પિટલમાં મોકલવા ઇચ્છે છે. અમે આપેલા 24 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થયા છે. સરકાર તરફથી કોઈ વાટાઘાટો ન થતા ગુરૂવરે સાંજે હાર્દિકે ફરી જળ ત્યાગ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -