સાબરમતી રિવરફ્રન્ટ પર રાખ્યો છે અમદાવાદ મેટ્રો ટ્રેનનો કોચ, જુઓ અંદર તસવીરો
કોચમાં સંચાલન સ્પીડ 80 કિલોમીટર, સરેરાશ સ્પીડ 34 કિલોમીટર, ઈમરજન્સી એલાર્મ, પેસેન્જર એડ્રેસિંગ સિસ્ટમ, સીસીટીવી અને સ્મોક એન્ડ ફાયર ડિટેક્શન સિસ્ટમ જેવી સુવિધાઓ હશે.
સરેરાશ 34 કિલોમીટરની સ્પીડે દોડનારી આ ટ્રેન એક સ્ટેશન પર 30 સેકન્ડ રોકાશે. પીક અવરમાં આ ટ્રેનનું દર બે મિનિટે જ્યારે ભીડ ઓછી હોય ત્યારે 12થી 15 મિનિટે સંચાલન કરવામાં આવશે.
જેમાં 40થી 50 લોકો બેસી શકશે, જ્યારે 250 લોકો ઉભા રહી શકશે. મેગા કંપની દ્વારા મેટ્રો ટ્રેનના 96 કોચ માટે 1050 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ કોરિયાની કંપનીને વર્ક ઓર્ડર આપ્યાં છે.
એક કોચની લંબાઈ 16 મીટર, પહોળાઈ 4 મીટર, ઊંચાઈ 4 મીટર અને મહત્તમ સ્પીડ 90 કિલોમીટરની હશે. આ ઉપરાંત લાઈટ જશે તો પણ ટ્રેન એક કલાક સુધી દોડશે જેથી પેસેન્જરની મુસાફરી અટકશે નહીં.
અમદાવાદમાં ડિસેમ્બર 2018 સુધીમાં ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવાની કવાયત વેગવંતી બની ગઈ છે. એક કોચમાં 300 લોકો પ્રવાસ કરી શકશે.
આ કોચને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વલ્લભસદન નજીક ડિસ્પ્લે માટે મુકવામાં આવ્યો છે. આ કોચનું 6 ઓક્ટોબરે CM રૂપાણી મેટ્રો કોચનું અનાવરણ કરવામાં આવશે.
અમદાવાદઃ શહેરમાં આગામી જાન્યુઆરીથી મેટ્રોની ટ્રાયલ રન શરૂ થવા જઈ રહી છે. જેને પગલે મેટ્રોના ડેમો કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયુ છે. આ કોચ પહેલા મુંદ્રા પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાર બાદ તેને અમદાવાદમાં લાવવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનના કોચની તસવીરો હાલ સોશિલય મીડિયામાં વાયરલ થઈ છે.