હવે ATM કાર્ડથી નહીં, મોબાઈલ ફોનથી નીકળશે રોકડ!
એફઆઈએસ ગ્લોબલનું માનીએ તો આ પ્રકારના ATM મશીનને કોઈપણ રીતે હેક ન કરી શકાય.
ATMની દુનિયામાં આ ક્રાંતી એફએસઆઈ ગ્લોબલ નામની સોફ્ટવેર કંપનીએ લાવી છે. અમેરિકામાં બેંકોને મોટાભાગના સોફ્ટવેર આ કંપની જ ઉપલબ્ધ કરાવી રહી છે.
આ નવી ટેકનીકની સૌથી મોટી વિશેષતા એ છે કે તમે માત્ર 10 સેકન્ડમાં રોકડ ઉપાડી શકો છો.
જ્યારે પણ તમારે કેશ ઉપાડવા હોય ત્યારે આ એપ તમને એક કોડ આપશે. આ કોડનો ઉપયોગ કરીને તમે ATMમાંથી સરળતાથી રોકડ ઉપાડી શકો છો.
ATMમાંથી રૂપિયા ઉપાડવા માટે બસ તમારે તમારા મોબાઈલ ફોનમાં એક એપ ડાઉનલોડ કરવાની રહેશે.
આજકાલ અમેરિકામાં લોકો એક બિલકુલ નવી અને અલગ રીતે ATMમાંથી કેશ ઉપાડી રહ્યા છે. હાલમાં જ અમેરિકામાં 2000 એવા મશન લગાવવામાં આવ્યા છે. જેમાં રોકડ ઉપાડવા માટે તમારે ATM કાર્ડની જરૂર નહીં પડે.
આજે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી ઝડપથી ડેવલપ થઈ રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે હવે ATM કાર્ડની કોઈ જરૂર નહીં પડે અને તમે ખૂબ જ સરળતાથી મોબાઈલ ફોનની મદદથી રોકડ ઉપાડી શકશો. આગળની જાણો આ ટેકનીક વિશે.