સંજય દત્તની ફિલ્મ 'ટોરબાજ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો
મુંબઈ: સંજય દત્તની આગામી ફિલ્મ 'ટોરબાજ'થી વધુ એક હોટ એક્ટ્રેસ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. મોડલ અને ડાન્સરના રૂપમાં જાણીતી સ્નેહા નામાનંદી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે.
ટોરબાજ પહેલાં સ્નેહા એક હોરર ફિલ્મ પેરા નોર્મલ ઇશ્કમાં પણ જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે, તેમાં તે અભિનેતા અમિત પુન્ડીરની ઓપોઝિટ છે, પરંતુ તે નાના બજેટ અને નાના બેનરની ફિલ્મ છે. તેથી ટોરબાજ જ તેની ડેબ્યૂ ફિલ્મ માનવામાં આવે છે.
તાજેતરમાં રિભુ મહેરા સાથે સ્નેહાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વીડિયોમાં એક બેડરૂમ સીન છે, જે એક મ્યુઝિક વીડિયોનો ભાગ છે, જેનું નામ રે પિયા છે. ગીતને અલ્તાફ સૈયદે ગાયું છે.
મુંબઇથી મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલી સ્નેહા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણિતી છે.
સોશિયલ મીડિયા પર સ્નેહાની ઘણી હોટ તસવીરો પણ વાઇરલ થાય છે. સ્નેહા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉપરાંત મરાઠી અને બંગાળી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે, જોકે ટોરબાજ તેના માટે બોલિવૂડમાં આવવાની એક મોટી તક છે. આ માટે તે ખૂબ જ ઉત્સાહી છે.