આગામી 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ, જાણો વિગત
વાપી, કપરાડા, ધરમપુર સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઈ હતી. સુરતના અઠવાગેટ, મજુરા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં એકાએક વરસાદ શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ સહિત ધોરાજી અને જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સુરેન્દ્રનગર, ડાંગ, તાપી સહિતના જિલ્લામાં મન મુકીને વરસાદ પડી શકે છે. લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા હતા.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. બનાસકાંઠાના દિયોદરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદ: ગુજરાતમાં લાંબા સમયથી વરસાદ વિરામ છે જોકે બુધવાર રાતે એકાએક અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં હાશકારો અનુભવાયો હતો. જોકે હવામાન વિભાગે 8 અને 9 તારીખે વરસાદની આગાહી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -