Exit Poll 2024
(Source: Poll of Polls)
4 ઈંચ વરસાદથી અમદાવાદના થયા આવા હાલ, તસવીરોમાં જુઓ હાલ-બેહાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસવાની શરૂ થયું હતું. જેમાં એસજી હાઈવે, વેજલપુર, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, બોપલ, બોડકદેવ, જીવરાજપાર્ક, વાસણા, રાણીપ, અખબારનગર, ચાંદખેડા, ઉસ્માનપુરા, બાપુનગર, સરસપુર, નરોડા, મણીનગર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદમાં સરેરાશ 22 મીમી વરસાદ નોંધાયો છે. અમદાવાદના મધ્યમાં 23.17 મીમી, પૂર્વમાં 22 મીમી વરસાદ, નવા પશ્ચિમમાં 29.17 મીમી, ઉત્તર 14.17 મીમી વરસાદ, પશ્ચિમમાં 20.75 મીમી, દક્ષિણમાં 27 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અમદાવાદના જજીસ બંગ્લો અને ચમનપુરામાં એક - એક વૃક્ષ ધરાશાયી થવાના અહેવાલ મળી રહ્યા છે.
વહેલી સવારથી અમદાવાદ ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. જેના કારણે અમદાવાદના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ ન રોકાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. જોકે 10 વાગ્યા બાદ વરસાદ ઓછો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદ: ગુજરાતમાં લાંબા વિમાર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ત્રણ દિવસ આજે અને 18-19 ઓગસ્ટે ગુજરાત મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે. આગાહી વચ્ચે આજે વહેલી સવારે 5 વાગ્યે ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ હતી. અમદાવાદમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -