અમદાવાદમાં 3 કલાક સુધી દે ધના ધન વરસાદ: જાણો કયા વિસ્તારમાં કેટલો પડ્યો વરસાદ
અમદાવાદના વેજલપુરમાં 5.25 ઈંચ, દાણાપીઠમાં 4 ઈંચ, બોડકદેવમાં 4.20 ઈંચ, ચકુડિયા અને મણીનગરમાં 3 ઈંચ, પાલડીમાં 2.75 ઈંચ, ઉસ્માનપુરામાં 2.50 ઈંચ, દુધેશ્વર અને વિરાટનગરમાં 2.25 ઈંચ, ઓઢવમાં 2 ઈંચ અને ગોતામાં 1.75 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

શહેરના વસ્ત્રાપુર, જજિસ બંગલો રોડ, મણિનગર રામબાગ રોડ, સેટેલાઈટ, ઈન્દ્રપ્રસ્થ ટાવર, બાપુનગર, સત્તાધાર ચાર રસ્તા, બોડકદેવ, ગોમતીપુર, રાયપુર અને લાલદરવાજા સહિત 15 સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત 7 સ્થળે શોર્ટ સર્કિટથી આગની ઘટના પણ બની હતી.
શુક્રવારે બપોર પછી ફક્ત ત્રણ કલાકમાં જ શહેરમાં સરેરાશ પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં મુખ્ય માર્ગો સહિત 35 જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 6.5 ઈંચ થયો છે. નવા પશ્ચિમ ઝોનમાં 1 ભુવો પડ્યો હતો. 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદ: શુક્રવારે સાંજે 4 વાગ્યે શરૂ થયેલા ભારે વરસાદે માત્ર 2 કલાકમાં અમદાવાદને ધમરોળિ નાખ્યું હતું. 2 કલાકમાં સૌથી વધુ 5.6 ઈંચ વરસાદ વેજલપુરમાં પડ્યો હતો. વેજલપુરમાં તો એવી સ્થિતિ થઈ કે 35 દિવસમાં 4 ઈંચ જ્યારે 2 કલાકમાં જ 5.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એ જ રીતે મણીનગરમાં પણ 2 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.