અમદાવાદમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો, ક્યા-ક્યા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં લાંબા વિમાર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ત્રણ દિવસ આજે અને 18-19 ઓગસ્ટે ગુજરાત મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે. આગાહી વચ્ચે આજે વહેલી સવારે 5 વાગ્યે ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ હતી.
હવામાન ખાતા દ્વારા 72 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય બની છે. આ ઉપરાંત રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારોના માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી રાજ્યમાં 56 ટકા વરસાદ નોંધાયો છે.
હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે 9 વાગ્યે સુધીમાંસરેરાશ 2 ઈંચ વરસાદ શહેરમાં પડ્યો છે. સવારે પાંચ વાગ્યાથી સાત વાગ્ય સુધીમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં સરેરાશ 22 મીમી વરસાદ નોંધાયો છે. અમદાવાદના મધ્યમાં 23.17 મીમી, પૂર્વમાં 22 મીમી વરસાદ, નવા પશ્ચિમમાં 29.17 મીમી, ઉત્તર 14.17 મીમી વરસાદ, પશ્ચિમમાં 20.75 મીમી, દક્ષિણમાં 27 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અમદાવાદના જજીસ બંગ્લો અને ચમનપુરામાં એક - એક વૃક્ષ ધરાશાયી થવાના અહેવાલ મળી રહ્યા છે.
લાંબા વિરામ બાદ અમદાવાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ગયું છે. સવારે 5 વાગ્યાથી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદના સોલા, સત્તાધાર, એસ.જી હાઈવે, ઘાટલોડિયા, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, ઈસનપુર, મણિનગર, દાણિલીમડા, વેજલપુર, એસ જી હાઈવે, જજીસ બંગલો, પાલડી, ઓઢવ, સારંગપુર, ચાંદખેડા, ગોતા, ચાંદલોડિયા, સાબરમતી વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ ખાબક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -