Exit Poll 2024
(Source: Poll of Polls)
વડોદરામાં કેટલા ઈંચ વરસાદ પડ્યો, જિલ્લામાં કઈ કઈ જગ્યા ભારે વરસાદ પડ્યો, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા જિલ્લાના ડેસરમાં 52 મિ.મી., પાદરામાં 15 મિ.મી., ડભોઇમાં 17 મિ.મી., વાઘોડિયામાં 29 મિ.મી., શિનોરમાં 11 મિ.મી., કરજણમાં 6 મિ.મી. અને સાવલીમાં 15 મિ.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. ખેતરમાં ઉભેલા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.
વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થઈ ગયો હતો. અચાનક જ આવેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં થોડીવાર માટે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
વડોદરા અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. લાંબા સમય બાદ આવેલા વરસાદને કારણે શહેરીજનોએ પણ રાહત અનુભવી છે. આજે વહેલી સવારે મેઘરાજાની એન્ટ્રીને કારણે વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
વડોદરાઃ આજે વહેલી સવારથી વડોદરામાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વડોદરામાં વહેલી સવારે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વડોદરા જિલ્લાના ડેસર, વાઘોડિયા, પાદરા અને ડભોઇ સહિતના પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. વડોદરા જિલ્લામાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -