ગુજરાતમાં કઈ તારીખે પડી શકે છે ભારે વરસાદ? જાણો કોણે કરી આગાહી
હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ વરસાદ નથી ગયો. રાજ્ય ઉપરથી દુષ્કાળના ઓળા ઉતરી ગયા છે અને આગામી દિવસોમાં સંતોષકારક વરસાદ વરસી શકે છે. જ્યાં ઓછો વરસાદ છે તેવા વિસ્તારોમાં પણ સારા વરસાદના યોગ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા અને દુષ્કાળની ભીતિ સેવવામાં આવી રહીં હતી. પરંતુ ખરા સમયે મેઘરાજાએ મહેર કરતાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેને લઈ ખેતીને જીવતદાન મળવાની સાથે હજુ સારો વરસાદ વરસથે તેવી આશા બળવત્તર બની છે.
સારા યોગા જોતાં સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશનું વહન રાજ્યના ઘણાં વિસ્તારોમાં સારો વરસાદ લાવશે.
અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજાની પુન: ધમાકેદાર પધરામણીથી ખેતીને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહીં છે. ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે જે 21મીથી 24મી ઓગસ્ટ સુધી રહેશે અને આ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના યોગ જોવા મળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -