આગામી 48 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ? જાણો વિગત
અમદાવાદ: છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદમાં મોડી રાતથી અનેક વિસ્તાકોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વરસાદનું જોર યથાવત રહેવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેથી લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારે પણ ઝરમર વરસાદ પડ્યો હતો. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની વાત કરીએ તો મંગળવારની મોડી રાતથી જશોદાનગર, મણિનગર, ખોખરા, એસ જી હાઈવે, સરખેજ, બોપલ, ચાંદખેડા, ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડા, બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ, નારોલ, વેજલપુર, જીવરાજ, પાલડી, સીટીએમ જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 53 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યના ઉમરપાડા, સુબીર, નવસારી, સુરત શહેર, ધરમપુર, વાંસદા, ડાંગ, બોરસદ, નેત્રંગ, વાગરા, જેતપુર પાવી અને ગરબાડા મળી કુલ 12 તાલુકાઓમાં બે ઈંચ અને અન્ય 29 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જો કે હાલ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતના કેટલાક સ્થળો પર હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે હજી પણ બે દિવસની ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -