આજે અમદાવાદ સહિત ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ભારે વરસાદ? જાણો વિગત
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. રવિવારથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. લાંબા સમયના વિરામ બાદ શુક્રવારે ફરી ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી કરતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણીનું સ્તર ઘટતાં રાજ્ય સરકાર પણ ચિંતામાં હતી પણ વરસાદે સરકારની ચિંતા ઘટાડી દીધી છે તેવું લાગી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારે ખેડા જિલ્લામાં આવેલા કપડવંજમાં સૌથી વધુ 150 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે પંચમહાલના ગોધરામાં 126 મીમી, ગાંધીનગરના કલોલમાં 111 મીમી, અમદાવાદના સાણંદમાં 110 મીમી, ખેડાના માતરમાં 104 મીમી, અમદાવાદ શહેરમાં 102 મીમી, મહિસાગરના બાલાસિનોરમાં 95 મીમી, આણંદના સોજિત્રામાં 94 મીમી, છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 93 મીમી અને ખેડાના ગળતેશ્વરમાં 89 મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના અદિકારીએ જણાવ્યું હતું કે, રાજસ્થાન અને ગુજરાતને જોડતાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર સર્જાતાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ ઉદભવી છે. શનિવારે પણ રાજ્યમાં વરસાદ સારો પડી શકે છે. રવિવારથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે.
ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના 20 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ, તાપી, મહેસાણા, અમદાવાદ, નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મઘ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી અપાઈ છે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા પ્રમાણે, 16 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સિઝનનો 56% વરસાદ પડ્યો છે. જુલાઈમાં વરસાદ સામાન્ય (382.5 મીમી વરસાદ) રહ્યો હતો. ઓગસ્ટ મહિનાના પહેલા 16 દિવસમાં ગુજરાતમાં 14.7 મીમી વરસાદ નોંધાયો હતો. શુક્રવારે ઉત્તર અને મધ્ય ગુજરાતના 53 સ્થળોએ 50 મીમી વરસાદ પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -