અમદાવાદીઓ સાવધાન! આજે પણ ગઈકાલ જેવો પડી શકે છે ધોધમાર વરસાદ
નોંધનીય છે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી તે જ રીતે ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ઘણી જગ્યાએ તો ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેજલપુરમાં તો એવી સ્થિતિ થઈ કે 35 દિવસમાં 4 ઈંચ જ્યારે 2 કલાકમાં જ 5.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એ જ રીતે મણીનગરમાં પણ 2 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
શુક્રવારે સાંજે 4 વાગ્યે શરૂ થયેલા ભારે વરસાદે માત્ર 2 કલાકમાં અમદાવાદને ધમરોળિ નાખ્યું હતું. 2 કલાકમાં સૌથી વધુ 5.6 ઈંચ વરસાદ વેજલપુરમાં પડ્યો હતો.
વરસાદ રવિવારથી થોડો ઓછો થશે. પરંતુ 24 જુલાઈથી લો પ્રેશર એરિયા મધ્ય પ્રદેશ તરફ આવશે ત્યારે ગુજરાતમાં ફરી ભારે વરસાદ શરૂ થશે. લાંબા વિરામ બાદ ગુરુવાર સાંજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.
હાલ ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરને કારણે અમદાવાદમાં 24 જુલાઈથી ચોમાસું જોર પકડશે.
હવામાન ખાતા દ્વારા જણાવાયું છે કે, ઉત્તર ગુજરાતમાં શનિવારે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદનું જોર રવિવારથી થોડું ઓછું થશે, પરંતુ 24 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં ચોમાસું ફરી જોર પકડશે અને લગભગ દરેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ: વરસાદની લાંબો સમયથી રાહ જોઈને બેઠેલા અમદાવાદીઓ ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો ત્યારે ખુશ થઈ ગયા હતા, પરંતુ આ વરસાદ અટકવાનું નામ જ ન લેતા લોકોની ખુશી થોડા જ સમયમાં ચિંતામાં ફેરવાઈ ગઈ હતી. ત્યારે, આજે પણ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ગઈકાલ જેવો જ ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન દ્વારા આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -