મુકેશ અંબાણીએ દીકરીની સગાઈની આપી પાર્ટી, સેલેબ્સનો થયો જમાવડો, જુઓ PHOTOS
ઈશા રિલાયન્સ જિઓ અને રિલાયન્સ રિટેલના બોર્ડમાં સામેલ છે. તેની પાસે યેલ યૂનિવર્સિટીથી સાઈકોલોજી અને સાઉથ એશિયન સ્ટજડીઝમાં બેચલર ડીગ્રી છે. તે જૂનમાં ગ્રેજ્યુએલ સ્કૂલ ઓફ બિઝનેસ, સ્ટેનફોર્ડથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામમાં માસ્ટર્સ પણ કરી લેશે.
આનંદે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી ગ્રેજ્યુએશન કર્યું છે. બિઝનેસ સ્કૂલથી પાસ થયા બાદ તેણે બે સ્ટાર્ટ અપ્સની શરૂઆત કીર હતી. પ્રથમ હેલ્થકેર સ્ટાર્ટઅપ હતું, જેનું નામ પીરામલ ઈ સ્વાસ્થ્ય હતું. તેનું બીજું સ્ટાર્ટ અપ રિયલ એસ્ટેટનું હતું, જેનું નામ પીરામલ રિયાલીટી હતું. હવે બન્ને પીરામલ એન્ટરપ્રાઈઝનો હિસ્સો છે.
રવિવારે પણ સાંજે અંબાણી પરિવાર આનંદની સાથે મુંબઈના ઇસ્કોન મંદિર પહોંચ્યો હતો. બન્ને ડિસેમ્બરમાં લગ્ન કરશે.
ઈશા અને આનંદ ઘણાં સમયથી મિત્ર છે. બન્નેનો પરિવાર પણ એક બીજાને 4 દાયકાથી જાણે છે.
આનંદ પીરામલ એન્ટરપ્રાઈઝના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર છે.
મહેમાનો સ્વાગત માટે ઘરની બહાર નીતા અંબાણી હાજર રહ્યા હતા.
જણાવીએ કે રવિવારે અહેવાલ આવ્યા હતા કે આનંદ પીરામલે ઈશાને પ્રપોઝ કર્યું છે.
પાર્ટીમાં સિચન તેંડુલકર સહિત અનેક સ્ટાર પહોંચ્યા હતા.
સોમવારે મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં તેની દીકરી ઈશા અંબાણીની સગાઈની પાર્ટી રાખવામાં આવી હતી.