સગાઈ બાદ જમાઈ સાથે ઇસ્કોન મંદિર પહોંચ્યો અંબાણી પરિવાર, જુઓ PHOTOS
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશા અંબાણી જિઓ અને રિલાયન્સ રિટેલના બોર્ડમાં સામેલ છે. તેણે યેલ યૂનિવર્સિટીથી સાઈકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં બેચલર ડિગ્રી મેળવી છે. તે જૂનમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ, સ્ટેનફોર્ડથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામમાં માસ્ટર્સ પણ કરી લેશે.
તાજેતરમાં જ તેણે મુકેશ અંબાણીનો આભાર માનતા કહ્યું કે, વ્યવસાયી બનવા માટેની પ્રેરણા તેમણે મળી હતી. મુંબઈમાં એક ઇવેન્ટમાં વાત કરતા આનંદે કહ્યું કે, મેં તેમને પૂછ્યું હતું કે મારે કન્સલ્ટિંગમાં જવું જોઈએ કે બેંકિંગમાં. જેના પર તેમણે કહ્યું તું કે, કન્સલટન્ટ હોવાનો મતલબ છે કે તમે ક્રિકેટ જોઈ રહ્યા છો અથવા કોમેન્ટ્રી કરી રહ્યા છે. જ્યારે વ્યવસાયી બનવાનો મતલબ છે કે તમે ક્રિકેટ રમી રહ્યા છે. તમે કોમેન્ટ્રી કરીને ક્રિકેટર રમવાનું શીખી શકતા નથી. જો તમે કઈંક કરવા ઈચ્છો તો વ્યવસાયી બનો અને અત્યારથી જ તેની શરૂઆત કરો.
આનંદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો છે. હાલ તે પીરામલ એન્ટરપ્રાઇઝનો એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ થયો હોવાના કારણે તેણે બે સ્ટાર્ટ અપ્સ શરૂ કર્યા હતા. આનંદનું પ્રથમ હેલ્થેકેયર સ્ટાર્ટ અપ પીરામલ ઇ સ્વાસ્થ્ય હતું. જ્યારે બીજું સ્ટાર્ટ અપ રિયલ એસ્ટેટનું હતું. જેનું નામ પીરામલ રિયલટી હતું. હવે બંને પીરામલ એન્ટરપ્રાઇઝનો હિસ્સો છે.
આનંદે પોતાની લોંગ ટાઈમ ફ્રેન્ડ ઈશાને મહાબળેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. બન્ને ડિસેમ્બરમાં લગ્ન કરશે.
રવિવારે જ ઈશા અને આનંદના લગ્નના અહેવાલ મીડિયામાં આવ્યા હતા.
મુંબઈઃ મુકેશ અંબાણીનો પરિવાર રવિવારે ઈશા અંબાણીના થનારા પતિ આનંદ પીરામલ સાથે મુંબઈના ઇસ્કોન મંદિર આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, અનંત અંબાણી, આનંદ પીરામલ એક સાથે દર્શન કરવા આવ્યા હતા. જોકે આકાશ અંબાણી અને તેની થનારી પત્ની શ્લોકા મહેતા જોવા મળ્યા ન હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -