સુરતઃ અઢી વર્ષના પુત્રની હત્યા કરનારા નિશિતને પત્નીના લગ્નેતર સંબંધોથી પુત્ર જન્મ્યો હોવાની થઈ શંકા ને.....
નિશિતે ગળે ઉતરે એવી કબૂલાત તો કરી લીધી છે પરંતુ છ દિવસથી નિવનો નદીમાં પત્તો મળતો ન હોઈ નિવનો અન્ય સ્થળે નિકાલ કર્યો છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
નિવ પ્રત્યે વધતી નફરતે ભયંકર રૂપ ધારણ કરતા માસૂમ બાળક નિવને કોથળામાં પેક કરીને નદીમાં ફેંકી દીધો હતો. ત્યાર બાદ અપહરણ અને હાથમાંથી સરકી જવાની વાતો ઘડી કાઢી હતી.
નિશિતે કરેલી આખરી કબૂલાત મુજબ છેલ્લા લગભગ એકાદ વર્ષથી પત્ની બ્રેનાના ચારિત્ર પર શંકા હતી. જેથી નિવ પોતાનું બાળક ન હોવાનો એને વહેમ હતો. જે સમય સાથે નફરતમાં પરિણામતા બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો.
પત્ની બ્રેના અને નિશિત બંન્નેના પ્રાથમિક નિવેદનમાં પુત્રીની ઝંખના હોવાની દીકરાની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જે વાત પોલીસ સહિત ગ્રામજનોને પણ ગળે ઉતરતી ન હતી. રિમાન્ડ દરમિયાન પોલીસગીરીનો તાપ સહન ન થતાં હકીકત સાથે નિશિતે વટાણા વેરી નાખ્યાં હતાં.
માસુમ નિવના અપહરણની વાર્તા ઘડી નાંખનાર નિશિતે આખરે હત્યા કબૂલી લેતા પોલીસે હત્યાના ગુના હેઠળ ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ પર છે.
સુરત: પલસાણા ચકચારી નિવ હત્યા કેસમાં પોલીસે લાલ આંખ કરતા નિશિત આખરે નિવ પોતાનું બાળક ન હોવાથી નદીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી લીધી હતી. છેલ્લા 9 મહિનાથી નિશિતને પત્નીના ચારિત્ર્ય પર શંકા થતાં નિવથી નફરત થઈ ગઈ હતી.