સુરત: નિવને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ, હત્યારા બાપ પર ફિટકાર
મારો શું વાંક પપ્પા? કોઈ છેતરી જાય એ તો જાણે સમયા જે પણ પોતાના છેતરી જાય એનો ખુલાસો ક્યાં કરવો? કોઈ વ્હાલું રસીઈ તો તરત મનાવી લેજો, કારણ કે અહમની લડાઈમાં જુદાઈ હંમેશા જીતી જાય છે...પપ્પા!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિવની અંતિમ યાત્રામાં મહિલાઓએ હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. મહિલાઓએ નિશિત પર પણ ફિટકાર વરસાવી હતી. આ ઉપરાંત નિવનું મોત થયું હોવાથી લોકો તેના બાપ નિશિત પર ફીટકાર વરસાવી રહ્યા છે.
11 વાગ્યાના સમય ગાળામાં અઢી વર્ષના માસુમ નિવની સ્મશાનયાત્રા નીકળતાં ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતાં. બારડોલી સ્મશાન ખાતે નિવના મૃતદેહને તેના મોટા ભાઈ નીલે અગ્નિદાહ આપ્યો હતો.
હ્રદયને હચમચાવી નાખતાં આવા સંદેશાઓ દિવસભર સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ રૂપ પોસ્ટ થતાં રહ્યા હતા. ઘર, પરિવાર અને સમાજથી પર દરેક ઉમરના લોકોએ નિવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તારાને મારા વચ્ચે કેટલી સમાનતા, તું વડલો ને હું વડવાઈ, પપ્પા...મારો શું વાંક પપ્પા? ખોટે ખોટા વ્હાલ કરતા સાચે સાચું વેર સારું પપ્પા, જો આસુંઓનો DNA ટેસ્ટ કરવામાં આવે તો રીઝલ્ટ એક જ આવે - લાગણી. મારો શું વાંક પપ્પા? નદી સાગર પણ રીતે નિભાવે છે, હોઈ શ્વાસ ત્યાં સુધી ડુબાડે શ્વાસ છૂટે પછી કિનારો બતાવે છે, મારો શું વાંક પપ્પા?
સુરત: પલસાણાના ચકચારી નિવ હત્યા પ્રકરણમાં 10 દિવસ બાદ નિવનો મૃતેદહ મળતાં જ સોશિયલ મીડિયામાં હ્રદયદ્રાવક શ્રદ્ધાંજલિની પોસ્ટ જોવા મળી હતી. આ સાથે જ નિષ્ઠુર પિતા નિશિતે પર પણ લોકોએ ગુસ્સો કાઢ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -