આજે હાર્દિક પટેલ અને કિંજલના લગ્ન, કેટલા લોકોને અપાયું આમંત્રણ? જાણો વિગત
અગાઉ હાર્દિકના પિતા તેમજ દાદા સહિતના વડીલો માતાજીના મઢે કંકોત્રી મુકવા ગયા હતા. ત્યાર બાદ હવે હાર્દિક સહિતના કુટુંબીજનો લગ્નના દિવસે એટલે કે રવિવારે વહેલી સવારે જ દિગસર જશે.
શરણાઈના શૂરો અને ઢોલના તાલે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. તેના ઘરે નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન હાર્દિક પટેલ સૂટબૂટમાં સજ્જ થઈને જોવા મળ્યો હતો.
લગ્નમાં કુટુંબીજનો સહીત અંદાજે 350થી 400 લોકો હાજર રહે તેવો અંદાજ છે. આજે લગ્નની તમામ વિધિ વિરમગામમાં આવેલા હાર્દિકના ઘરે થઈ રહી છે. રવિવારે સવારે હાર્દિક તેમજ કિંજલ બંનેના પરિવારજનો દિગસર પહોંચશે. જ્યાં સવારે 10 વાગ્યાનું હસ્તમેળાપનું મુહૂર્ત છે. ત્યારબાદ અંદાજે 3 વાગ્યા સુધીમાં લગ્નની વિધી પૂર્ણ થાય તેવું જાણવા મળી રહ્યું છે.
વિરમગામ: પાસ નેતા હાર્દિક પટેલના આજે લગ્ન છે. વિરમગામ સ્થિત તેના ઘરે શનિવારથી જ માંડવાની વિધિ શરૂ થઈ ગઈ છે. આ વિધિ માટે મહેમાનો આવી પહોંચ્યા છે.