હાર્દિક પટેલના સમર્થનમાં ઉત્તર ગુજરાતમાં કઈ જગ્યા ટાયરો સળગાવ્યા, જાણો વિગત
એપીએમસી તો જાહેર રજાને કારણે બંધ જ હતું. ઉંઝા બજારમાં આ બંધને પહેલા મિશ્ર પ્રતિસાદ બાદમાં બધી દુકાનો ધીરે ધીરે બંધ થઈ ગઈ હતી.
જોકે સવારે ઉંઝામાં નોમ હોવાને કારણે ઘણી દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી પરંતુ બપોરે બાદ સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું.
હિંમતનગરના ગઢોડા ગામે ઉમિયા માતાના રથને અટકાવી દેવામાં આવ્યો હતો તે મામલે મહેસાણાના ઉંઝામાં બંધ પાળવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધને સામાજીક અને ધાર્મિક સંસ્થાઓનું પણ સમર્થન મળ્યું હતું.
હાર્દિક પટેલના સમર્થનમાં ઉંઝામાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. મહિલાઓ થાળી-વેલણ વગાડી વિરોધ જોવા મળ્યો હતો. આ ઘટનામાં કેટલાંક અસામાજિક તત્વાઓ ટાયરો સળગાવ્યા હતા. પોલીસે હાલ આવા અસામાજિક તત્વોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
હાર્દિક પટેલના ઉપવાસના આજે 12મો દિવસ છે. દિવસેને દિવસે હાર્દિક પટેલના સમર્થનમાં વધારો થઈ રહ્યો છે. હાર્દિકના સમર્થનમાં હવે તેના સમર્થનમાં મોટા રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળે છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ હાર્દિકના ઉપવાસ અંગે રામધૂન અને દેખાવો જોવા મળી રહ્યા છે. આ ઉપરાતં ગઈ કાલે રાત્રે ઉંઝામાં ટાયરો સળગાવવામાં આવ્યા હતાં જેને કારણે દોડધામ મચી ગઈ હોય તેવું જાણવા મળ્યું હતું.