પાટીદાર આગેવાનોએ હાર્દિક પટેલને કરાવ્યા પારણાં, ગ્રીનવુડ રિસોર્ટમાં પાટીદારોએ લગાવ્યા નારા
હાર્દિકના પારણાં કરાવવા માટે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા. હાર્દિકની ઉપવાસી છાવણીમાં છ સંસ્થાના આગેવાનો આરૂઢ થઈ ગયા હતા. હાર્દિક પટેલના ઉપવાસથી કોઈ અસર સરકાર પર થઈ ન હતી અને સમાજ જે હાર્દિકની પડખે આવ્યો હતો.
પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, સરકાર નહીં પરંતુ વડીલોના આદર સામે ઝૂક્યો છું. પહેલા ભગતસિંહ બનવા નિકળ્યાં તો દેશદ્રોહી થઈ ગયા, ગાંધીજી બનીને નીકળ્યા તો નજરકેદ થઈ ગયા.
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો હતો. ત્યારે તેના પારણાં ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સી કે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીવડાવીને પારણાં કરાવ્યા હતાં.
હાર્દિક પટેલના પારણાં કરાવવા માટે ખોડલધામના નરેશ પટેલ, ઉમિયા ધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત પાટીદાર આગેવાનો અને પાટીદાર સમાજના લોકો પણ હાજર રહ્યા હતાં.