આજથી વડોદરામાં પાણીપુરી વેચવા પર કેમ મૂકાયો પ્રતિબંધ, જાણો વિગત
પરિણામે આજથી વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વકરતા રોગચાળા અને ચોમાસાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. રોગચાળો ન અટકે ત્યાં સુધી પાણીપુરી પર પ્રતિબંધ યથાવત રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે, જે જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી તે જગ્યા ગંદકી જોવા મળી રહી હતી. તેમજ પાણીપુરીમાં ઉપયોગમાં લેવામાં આવતા બટાકા સહિતની વસ્તુઓની ખાઈ ન શકાય તેવી હતી.
ગુરુવારે વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાણીપુરીના 50 યુનિટો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 4000 કિલો અખાદ્ય પુરી, 3350 કિલો બટાટાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 1200 લીટર પાણીપુરીના પાણીનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
તેમાં પણ ખાસ કરીને પાણીપુરી બનાવતી જગ્યાએ અને પાણીપુરી માટે ઉપયોગમાં લેવામાં આવતા સડેલા બટાકા સહિતના અખાદ્ય વસ્તુઓનો નાશ કરી હતી ત્યાર બાદ નોટિસ પણ ફટકારી હતી.
છેલ્લા કેટલાંક સમયથી પડી રહેલા વરસાદ અને તેના કારણે નિચાણવાણા વિસ્તારમાં પાણી ભરાતા ઠેરઠેર પાણીજન્ય રોગોની ફરિયાદો ઉઠવા પામી હતી. પરિણામે આરોગ્ય વિભાગની ટીમે ગુરુવારે વડોદરામાં વિવિધ જગ્યાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
આરોગ્ય વિભાગે વડોદરામાં પાણીપુરીના વેચારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ રોગચાળાને લઈને અલગ-અલગ વોર્ડમાં ખાણી-પાણીની વસ્તુઓની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા: ચોમાસું હોવાના કારણે વડોદરામાં રોગચાળો વર્ક્યો છે જેના કારણે ખાધ્ય સામગ્રી પર આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો. આરોગ્ય વિભાગે આજથી વડોદરામાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. વડોદરાની મહિલાઓમાં પાણીપુરી ચર્ચાનો વિષય બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -