હવાઈ ચપ્પલ, હાફ શર્ટઃ તસવીરોમાં જુઓ મનોહર પર્રિકરની સાદગી
હાફ શર્ટ પહેરીને સ્ટૂર પર પાછળ બેસીને મનોહર પર્રિકરની તસવીર ખૂબ ચર્ચામાં આવી હતી અને તે દેશના તમામ અખબારો અને વેબસાઈટ્સ પર પબ્લિશ પણ થઈ હતી. 2012ના ગોવા વિધાનસભામાં કેમ્પેનિંગ દરમિયાન પર્રિકર સતત રાજ્યના જુદા જુદા ક્ષેત્રોનો પ્રવાસ કરી રહ્યા હતા. તે સમયે બેનોલિમ સીટથી ધારાસભ્ય સેતાનો સિલ્વાના એક સ્કૂટર ચલાવી રહ્યા હતા અને સીએમ પર્રિકર પાછળ બેઠા હતા. પર્રિકરની આવી અનેક સાદગાની તસવીરો ઘણી વખત જોવા મળી છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ પર્રિકરની કેટલીક તસવીરો.....
નવી દિલ્હીઃ કેન્સરને કારણે મનોહર પર્રિકરના નિધનથી દેશે માત્ર એક પૂર્વ રક્ષામંત્રી અને ગોવાના મુખ્યમંત્રી જ ગુમાવ્યા નથી પરંતુ સાદગીથી ભરેલ એક એવા રાજનેતા ગુમાવ્યા છે જે યોગ્ય રીતે આમ આદમી હતી. હાફ સ્લીપ શર્ટ અને પગમાં સેન્ડર પહેરીને પર્રિકર સંસદ પણ પહોંચી જતા હતા. તેમને સ્કૂટર પર પાછળ બેસવાથી પણ ક્યારે ખચકાતા ન હતા. વિપક્ષ પણ તેની સાદગી પર આફરીન હતા.