આમરણાંત ઉપવાસને લઈ પાસ કન્વિનર હાર્દિક પટેલે શું કહ્યું ? જાણો વિગત
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, લડાઈ લડવાવાળાને બધું ભોગવવુ પડે છે. હવે સારી સારી વાતો કરવાનો અને નેતાગીરી કરવાનો સમય નથી. ત્રણ વર્ષ આખી લડાઈમાં થઈ ગયા અને લોકોને પ્રશ્ન પણ થતો હશે કે અનામત મળશે કે નહીં. આજે જેટલા લોકો અનામતની તરફેણમાં હશે એ ખેડૂતના દીકરા હશે. ખેતીના કારણે લોકોને મળ્યું નથી એના કારણે અનામતની માંગ કરવી પડી. પટેલ સમાજ દોઢ કરોડ તો ખેડૂતો 4 કરોડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App25 મી ઓગષ્ટના આમરણાંત ઉપવાસ ને લઈ રણનીતિ ઘડવા માટે આગામી 5 ઓગસ્ટે પાસ કોર ટીમ ની મળશે બેઠક. જેમાં ગુજરાત પાસ કોર ટીમ ના સભ્યો રહશે ઉપસ્થિત
કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયા પર પ્રહાર કરતા કહ્યું કે, કોઈ માણસ અત્યાર સુધી સત્તાને ગાળો આપે અને એ માણસ વિપક્ષમાં હોય અને એ જ માણસને ચાર કલાકમાં મંત્રીપદ આપી દેવામાં આવે છે. જો ચાર કલાકમાં કુંવરજીને મંત્રી બનાવતા હોય તો આ તો અઢી વર્ષની લડાઈ છે. સમાજને હક્ક છે અનામત માંગવાનો.
હાર્દિકે કહ્યું હતું કે જે દિવસથી જાહેરાત કરી છે તે દિવસથી લોકોએ કહ્યું છે કે લડત સાચી છે. ગામડાના અનેક લોકોએ કહ્યું હતું કે ખેતીલક્ષી વાત કરવામાં આવે. હજુ 28 દિવસો બાકી છે. હું અનેક લોકોને મળીશ. જ્યાં ઝૂકવું પડશે ત્યાં ઝૂકીશ. પ્રવિણ તોગડીયા ખેતી સાથે જોડાયેલા હોવાથી તે પણ આવે તેવું લાગે છે. આ છેલ્લી લડાઈ છે. યશપાલ જાટ, વિનોદ તાવડે લડાઈને સમર્થન આપશે.
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં શનિવારે બેઠક મળી હતી. જેમાં 25 ઓગષ્ટથી શરૂ થનારા આમરણાંત ઉપવાસને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, જો ઉપવાસ માટે પોલીસ પરમિશન નહીં મળે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બેઠકમાં નિખિલ સવાણી અને ગીતા પટેલ સહિતના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત હાર્દિકે જણાવ્યું હતું કે, જ્યાં જરૂર પડે ત્યાં ઝૂકીશ. આ છેલ્લી લડાઈ છે. મારી સાથે ઉપવાસમાં અનેક લોકો જોડાશે. ઉપવાસમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રોજ 7 થી 8 તાલુકાના લોકો આવશે. ચોથા અને પાંચમાં દિવસે 10 થી 12 હજાર લોકો આવશે. ગમે એવી લડાઈ હોય, ઉપવાસ એ મજબૂત હથિયાર છે અને સરકારને ઝુકાવવાનું હથિયાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -