હાર્દિકે મંદિર માટે એકઠા કરાયેલા દોઢસો કરોડ રૂપિયાં ક્યાં વાપરવાની પાટીદાર આગેવાનોને આપી સલાહ?
હાર્દિકે જણાવ્યુ હતું કે, આપણે પૈસાની જરૂર નથી પરંતુ સન્માન સાથે જીવી શકાય તેવી નોકરી અને ભણતરની જરૂર છે. હાર્દિકે સ્પષ્ટતા કરી કે, પાટીદારોને અનામત નહીં મળે ત્યાં સુધી તેનું આંદોલન ચાલુ રહેશે અને આ આંદોલનને કોઈ તોડી નહીં શકે.
હાર્દિકે કહ્યું કે, આ પૈસા મંદિરમાં નાખવા કરતાં દોઢસો કરોડ સમાજના યુવાનોને રોજગારી-નોકરી આપવા પાછળ ખર્ચ કરવામાં આવે તો પાટીદારોની આવનારી પેઢી સુખેથી રહી શકે. હાર્દિક પટેલના આ સંબોધનને લોકોએ તાળીઓથી વધાવી લીધું હતું.
રૂપાલમાં વરદાયીની માતાજીના મંદિરે દર્શન કરી પાટીદારો સાથેની બેઠકમાં હાર્દિકે કહ્યું કે, પાંચ દસ પાટીદારો પૈસાપાત્ર હોય તો સમગ્ર પાટીદાર સમાજ સુખી ન ગણાય. ભલે માતાજીનું મંદિર બનાવે, સારી વાત છે, પણ ત્રણ કલાકમાં દોઢસો કરોડ ભેગા કરે એટલે મારી દ્રષ્ટિએ મુર્ખાઓનું કામ કર્યુ કહેવાય.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે અમદાવાદમાં ઉમિયા ધામના નિર્માણ માટે ત્રણ કલાકમાં દોઢસો રૂપિયા એકઠા કરવાની ઘટનાને મૂર્ખામી ગણાવી છે. હાર્દિકે જણાવ્યું હતું કે, મંદિર માટે ત્રણ કલાકમાં દોઢસો કરોડ ભેગા કરો એ મારી દ્રષ્ટિએ મૂર્ખાઓનું કામ કર્યુ કહેવાય.