પોતાના ઘરમાં જ હાર્દિકે શરૂ કર્યા આમરણાંત ઉપવાસ, જાણો કેટલા લોકો રહ્યા હાજર?
એટલું જ નહી હાર્દિકે દાવો કર્યો હતો કે ઉપવાસ આંદોલનને પગલે સમગ્ર ગુજરાતમાંથી 16 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાર્દિકે કહ્યું હતું કે, ઉપવાસ આંદોલનમાં હાજર રહેવા માટે આવતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લોકોને રસ્તામાં રોકવામાં આવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકે જણાવ્યું હતું કે ભાજપ સરકાર ઉપવાસ આંદોલનને રોકવા માટે અંગ્રેજ હહુમતની જેમ વર્તી રહી છે. પોલીસ દ્ધારા અમારા કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહી પોલીસ મંડપનો સામાન અને પાણી સહીતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને પણ ફાર્મ હાઉસમાં આવવા દેતી નથી. વિવિધ જગ્યાએ બેરિકેડ્સ લગાવીને લોકોને રોકવામાં આવી રહ્યા છે.
બીજી તરફ હાર્દિકના ઉપવાસને પગલે તેના ઘર ગ્રીનવુડ રિરોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે રિસોર્ટ બહાર બેરિકેડ લગાવી દીધા છે. અહીં આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાનથી આમરણાંત ઉપવાસની શરૂઆત કરી હતી. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા અને પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે હાર્દિકે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. હાર્દિક સાથે ફક્ત 100 જેટલા તેના સમર્થકો ઉપવાસ પર બેઠા હતા. કારણ કે હાર્દિક જે ફાર્મ હાઉસમાં રોકાયો છે તેમાં પ્રવેશતા પાટીદારોને પોલીસ દ્ધારા રોકવામાં આવી રહ્યા હોવાના કારણે આટલા જ સમર્થકો ફાર્મ હાઉસમાં પહોંચી શક્યા છે.
હાર્દિકે કહ્યું કે- હું બીજેપીને કહેવા માગું છુ કે, આમ ધીમે ધીમે હેરાન કરવા કરતા એક સાથે જ અમારી છાતીમાં ગોળી ધરબી દો,
હાર્દિકે આરોપ લગાવ્યો હતો કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે. પોલીસ અમને અહીં બેસવા દેવા માંગતી નથી જેથી લોકોને તે પાછા મોકલી રહી છે. કોગ્રેસના ધારાસભ્યને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે ત્યારબાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસે ગઈકાલથી જ મારા કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કરી દીધું છે. અમને કોઈ પણ વિસ્તારમાં ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી. ત્રણ વાગ્યે મારા ઘરે જ ઉપવાસ શરૂ કરવામાં આવશે.
હાર્દિકના ઉપવાસમાં જોડાવવા માટે મહેસાણા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ જતાં પાસ આગેવાન અને પાટીદારોની પોલીસ અટકાયત કર્યું છે. પંચમહાલમાં પાસ કન્વીનર નીરજ પટેલ, સુરતના પાસ કન્વીનર નિલેશ કુંભાણીની પણ અટકાયત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -