પાકિસ્તાનને લલકારનારો હિમાચલ પ્રદેશનો જવાન મનોજ કુમાર કોણ છે? જાણો
વીડિયો દ્વારા મનોજ કુમાર ઘણાં મુદ્દા પર પાકને પડકાર ફેંકે છે. આ વીડિયોમાં મનોજ કુમાર એ પણ ઘણી વખત કહે છે કે કાશ્મીર તો હશે પરંતુ પાકિસ્તન નહીં હોય. સાથે જ એ પણહે છે કે, જો આ વખતે યુદ્ધ થયું તો વિશ્વમાં નકશામાંથી ભારતીય જવાન પાકિસ્તાનનું નામોનીશાન ખતમ કરી નાંખશે. પાકિસ્તાન સતત ભારતથી વર્ષ 1965, 1971 અને 1999માં કારગિલમાં હાર્યું હતું. તેનો ઉપ ઉલ્લેખ આ વીડિયોમાં મનોજ કુમારે કર્યો છે. આ વિડિયો જોઈએ દરેક ભારતીયને ખુદ ર ગર્વ અનુભવ થશે. અને તમે પણ આ જવાનના વખાણ કરશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરમાં ઉરી સેક્ટરમાં આવેલા આર્મીના હેડક્વાર્ટર પર આતંકી હુમલાથી લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળ્યો છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક સૈનિક પાકિસ્તાનને ધમકી આપતો જોવા મળી રહ્યો છે અને પોતાની ઓકાતમાં રહેવાની સલાહ આપે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણાં સવાલો ઉભા થયા કે આ વિડોયમાં જે સૈનિક છે તે છે કોણ અને આ વીડિયો ક્યારે અપલોડ કરવામાં આવ્યો છે.
આ વિડિયોને હજારો લોકોએ ફેસબુક, વોટ્સઅપ અને અન્ય સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેના વિશે અન્ય લોકો દ્વારા તેના પરિવારને જાણ થઈ હતી. આ 130 સેકન્ડનો વીડિયો સૈનિકોને લઈ જતી એક બસમાં ઉતારવામાં આવ્યો હતો.
આ વીડિયો મનોજ કુમાર દ્વારા કાર્ગીલ દિવસ (જુલાઈ 26)ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જોકે આ વીડિયો ઉરી હુમલા બાદ ખૂબ વાયરલ થયો હતો.
મળતી વિગતો મુજબ આ વિડિયોમાં જે સૈનિક જોવા મળે છે તેનું નામ મનોજ કુમાર છે. જેમની જે કિન્નોરમાં પોસ્ટિંગ છે અને તેઓ દરરોજ ડાયરી લખે છે. મનોજ કુમાર હિમાચલ પ્રદેશના મંડિ જિલ્લાના સરકાઘટમાંથી આવે છે. તેમના મિત્રો અને પરિવારના જણાવ્યા અનુસાર મનોજ કુમારમાં દેશદાઝ ખૂબ જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -