સિંગર કિંજલ દવેનો બર્થ-ડે ભાવિ પતિ પવને કેવી રીતે કર્યો સેલિબ્રેટ, જુઓ આ રહી તસવીરો
ઉત્તર ગુજરાતના નાનકડા એવા ગામમાં ગરીબ અદ્વૈત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતી સંસ્કૃતિ, લોકસાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાતી ગાયક કલાકારો પણ વિદેશમાં જાણીતા છે. પણ મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે નામની નાનકડી છોકરી ધૂમ મચાવી રહી છે.
આ ઉપરાંત કિંજલ દવેએ તેના પરિવાર સાથે પણ બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. આ તસવીરોમાં કિંજલના પિતા અને ભાઈ જોવા મળે છે.
જન્મ દિવસ નીમિત્તે કિંજલ દવેના ભાવિ પતિ પવન જોષીએ ઈસ્ટાગ્રામમાં કિંજલ સાથેના બર્થ-ડે સેલિબ્રેટ કરતી તસવીરો શેર કરી છે. આ સાથે જ તેણે લખ્યું છે કે, આ ખાસ દિવસે તને તમામ ખુશીઓ, સફળતા, સારું સ્વાસ્થ્ય અને સપોર્ટ મળે તેવી કામના સાથે જન્મદિવસની શુભેચ્છા.
અમદાવાદઃ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે શનિવારે 19 વર્ષની થઈ ગઈ છે. આટલી ઉંમરમાં તેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -