વડોદરા: ચાહકો અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા ગયા અને થઈ ધક્કામુકી પછી ચાહકો સાથે શું થયું? જાણો વિગત
આખરે તેમની તપશ્યા ફળી હતી અને મહાનાયકની એક ઝલક તેઓ પામી શક્યા હતા. પરંતુ તે સમયે ભારે ધક્કામુક્કી થતાં પોલીસને હળવો બળ પ્રયોગ કરવો પડયો હતો. આ સમયે કેટલાંક ચાહકો એ મોબાઈલ અને પર્સ પણ ગુમાવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
પરિણામે જ્યારે પણ કમ્પાઉન્ડમાં એક સાથે ત્રણથી ચાર કાર આવે એટલે ટોળું એ બાજુ દોડી જતું હતું. પરંતુ અમિતાભ બચ્ચનને નહીં જોઈને તેઓ નિરાશ થઈ લોકો પરત ફરતા હતા.
વડોદરા: મહાનાયક અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ચાહકોને વારંવાર દોડધામ કરવી પડી હતી અને તેને કારણે બેથી ત્રણ કલાક સુધી તેઓ ખૂબ પરેશાન થયા હતા.
વડોદરાના નવલખી કમ્પાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા ચાહકો ત્રણથી ચાર કલાક સુધી રાહ જોઈને બેઠા હતા. નવલખી કમ્પાઉન્ડમાં બનાવાયેલા એસી ડોમની બંને બાજુ એન્ટ્રી રાખવામાં આવી હોઈ અમિતાભ બચ્ચન કયા રૂટે આવવાના છે તે કોઈને ખબર નહોતી.