IPS જયપાલસિંહ રાઠોડની આવી છે રોયલ તસવીરો? મેળવો એક ઝલક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાન્ય રીતે પોલીસ અધિકારીઓ આ પ્રકારનો વ્યવહાર કરતા નથી પરંતુ એસપી જયપાલસિંહે ચલણી નોટો ઉછાળતાં તેમનો વીડિયો વાયરલ થયો હતો જેની ચર્ચા પણ ખૂબ થઈ હતી.
અમદાવાદ: બે દિવસની સારવાર લઈને પાસ કન્વીનર હાર્દિક પટેલ રવિવારે ફરીવાર ઉપવાસ છાવણીમાં પહોંચ્યો હતો. તે દરમિયાન પાટીદાર આગેવાનો પણ હાજર હતાં. આ દરમિયાન આઈપીએસ જયપાલસિંહ રાઠોડે ધમકી આપી હતી તેવું હાર્દિક પટેલનું કહેવું છે.
નોંધનીય છે કે, હાર્દિકને ધમકી આપનાર ડીસીપી રાઠોડ આ પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે. અમદાવાદના ડીસીપી બન્યા પહેલા તેઓ મોરબીના એસપી તરીકે ફરજ બજાવતા હતાં. જયપાલસિંહની બદલી મોરબીથી અમદાવાદ કરવામાં આવી ત્યારે તેમના વિદાય સમારંભમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓ ખુદ મંચ સુધી પહોંચીને ચલણી નોટો ઉછાળતાં જોવા મળ્યાં હતા.
હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમદાવાદ ઝોન-1ના DCP જયપાલસિંહ રાઠોડ કહે છે કે, તને મારી નાખીશ, હવે જીવતા રાખવાનું અને મારી નાખવાનું કામ પણ યમરાજે રાઠોડ જેવા પોલીસ અધિકારીઓને આપી રાખ્યું છે શું? ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પર પણ પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને તેમના કેમેરા તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. મીડિયા સાથે જે થયું તે ખોટું થયું છે.
2010ની આઈપીએસ બેંચના જયપાલસિંહ રાઠોડ મૂળ રાજસ્થાનના વતની છે અને તેમણે અજમેરમાં અભ્યાસ કર્યો હતો જ્યારે તેમણે એમ.એસસી સુધી અભ્યાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -