પ્લેબોય મેગેઝીનમાં પ્રથમ વખત જોવા મળશે હિજાબ પહેરનારી મુસ્લિમ યુવતી, જાણો તેના વિશે
નૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ જાણીતી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.54 લાખ ફોલોઅર્સ છે. તેને 2012 વધારે પ્રસિદ્ધિ મળી. જોકે ઘણાં લોકો નૂરના આ નિર્ણયને વખોડી રહ્યા છે. આવા લોકોનું કહેવું છે કે, ઓળખ બનાવવા માટે નૂરે એવા મેગેઝીનની પસંદગી શા માટે કરી જે વિતેલા 63 વર્ષતી મહિલાઓની અશ્લીલ તસવીરો વેચીને ચાલી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, પ્લેયબોયે ચાલુ વર્ષથી ન્યૂડ તસવીર છાપવાની ના પાડી દીધી છે. એવામાં એ જોવાનું રહેશે કે પ્લેયબોય પોતાની આ એડિશન વેચવા માટે શું ખાસ કરે છે.
નૂર લિબીયાનું રહેવાસી છે. તેની બોલવાની લઢણ લિબીયા જેવી છે. તે પ્રથમ એન્કર છે જેણે અમેરિકામાં કોઈપણ ટીવીમાં હિજાબ પહેરીને એન્કરિંગ કર્યું હોય. સમાચાર અનુસાર, એક વખત નૂરે જણાવ્યું હતું કે, હિજાબ પહેરવાને કારણે તેને પોતાના ફીલ્ડમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.
આ એડિશનમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે જેણે પોતાની ઈચ્છા અનુસાર કામ કરવા માટે પોતાના જીવ પણ જોખમમાં મુક્યો હોય. નૂરની ઉંમર 22 વર્ષ છે. તે અમેરિકામાં Newsy નામની ચેનલમાં કામ કરે છે. આ એક વીડિયો ન્યૂઝ નેટવર્ક છે. તે મેગેઝીનમાં શું પહેરશે તે અંગે કોઈ જાણકારી મળી નથી.
અશ્લીલ તસવીરો માટે જાણીતું પ્લેયબોય મેગેઝીન પ્રથમ વખત કોઈ હિજાબવાળી મુસ્લિમ મહિલાની તસવીરો મેગેઝીનમાં સામેલ કરવાનું છે. જે યુવતીની તસવીરો મેગેઝીનમાં આવશે તેનું નામ નૂર તાગુરી છે. તે અમેરિકન પત્રકાર છે. એક અંગ્રેજી સમાચારપત્ર અનુસાર નૂરની તસવીર ઓક્ટોબરની એડિશનમાં જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -