PM મોદીએ ‘આયુષ્માન ભારત યોજના’નો શુભારંભ કરાવ્યો, 10 કરોડ પરિવારોને મળશે લાભ
પીએમ મોદીએ કહ્યું, આપણાં રૂષિ-મુનિઓએ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયઃનું સપનું જોયું હતું. છેવાડાના માનવીને પણ લાભ મળે તેવીયોજનાનો શુભારંભ થયો છે. પીએમ મોદીએ કહ્યું, મારા માટે આ આપણાં દેશના દરિદ્ર નારાયાણની સેવાનો એક મોટો પ્રસંગ છે. 50 કરોડથી વધુ ભાઈ-બહેનો માટે 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઈન્સ્યોરન્સ આપવાની આ યોજના દુનિયાની સૌથી મોટી યોજના છે. વડાપ્રધાને કહ્યું, છ મહિનામાં 13 હજાર હોસ્પિટલો અને 50 કરોડ લોકોને જોડીને યોજનાને હકિકતમાં બદલવી તે એક ઘણી જ મોટી સફળતા છે. હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે રાજ્યમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના છે, તેના લાભાર્થી પણ આ નવી યોજના અંતર્ગત આવશે.મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજનામાં 27 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ જોડાવા તૈયાર છે. દેશભરમાં 15 હજાર થી હોસ્પિટલો આ યોજના માટે યાદીમાં સામેલ થવા માટે રસ દાખવ્યો છે. જેમાં ખાનગી અને સરકારી બન્ને હોસ્પિટલો છે.
આ યોજના અંતર્ગત ગરીબ, વંચિત ગ્રામીણ પરિવાર અને શહેરી શ્રમિક પરિવારની શ્રેણીઓ આવશે. નવીનતમ સામાજિક આર્થિક જાતીય જનગણના(એસઈસીસી) ના પ્રમાણે ગામડામાં આવા 8.03 કરોડ અને શહેરોમાં 2.33 પરિવાર છે. યોજનાનો લાભ 50 લાખ જેટલા લોકોને મળશે. યોજનાનો લાભ સરકારી અને સૂચીબદ્ધ ખાનગી હોસ્પિટલોમાં લઈ શકાશે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડથી કેન્દ્રની મહત્વાકાંક્ષી ‘આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન’નો શુભારંભ કરાવ્યો. આ યોજના અંતર્ગત 10 કરોડથી વધારે પરિવારોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળશે. વડાપ્રધાન મોદી રાંચીથી રવિવારે આ યોજનાની ઔપચારિક શરૂઆત કરાવી. આ યોજનાનું નામ બદલીને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન’ કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -