અચાનક ‘હુનર હાટ’ પહોંચ્યા PM મોદી, લિટ્ટી-ચોખાનો માણ્યો સ્વાદ અને કુલડી ચા પીધી, જુઓ તસવીરો
આ દરમિયાન પીએમ મોદીએ દુકાનદાર સાથે વાતચીત પણ કરી હતી.
દેશભરમાંથી ‘હુનરના ઉસ્તાદ’ કારીગર, શિલ્પકાર, વાનગી બનાવવા ભાગ લઈ રહ્યા છે. તેમાંથી 50 ટકા મહિલા છે.
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે લઘુમતી મામલાના મંત્રાલય( Ministry of Minority Affairs) દ્વારા આયોજિત ‘હુનર હાટ’માં અચાનક પહોંચ્યા હતા. અહીં તેઓએ લિટ્ટી-ચોખાનો સ્વાદ માણ્યો હતો અને કુલડીવાળી ચા પણ પીધી હતી જેનું બિલ તેમણે પોતે ચૂકવ્યું હતું.
પીએમ મોદીએ એક સ્ટોલ પર લિટ્ટી-ચોખાનો સ્વાદ માળ્યો હતો. તેના 120 રૂપિયા પણ ચૂકવ્યા હતા. મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સાથે કુલડીવાળી ચા પણ પીધી હતી. જેના 40 રૂપિયા ખુદ પીએમ મોદીએ ચુકવ્યા હતા.
સૂત્રએ જણાવ્યું કે, પીએમ મોદીનો આ કાર્યક્રમ નક્કી નહોતો. તેઓ બુધવારે બપોરે અચાનક હુનર હાટ પહોંચ્યા. પીએમ મોદીને જોઈને ત્યાં હાજર લોકો પણ ચોંકી ગયા હતા.
પીએમ મોદી ઈન્ડિયા ગેટ પાસે રાજપથ પર લાગેલા હુનર હાટમાં લગભગ 50 મિનિટ રોકાયા હતા. તે દરમિયાન મોદીએ વિભિન્ન સ્ટોલની મુલાકાત લીધી હતી.
‘કૌશલ કો કામ’ થીમ પર આધારિત આ હુનર હાટ 13 થી 23 ફેબ્રુઆરી સુધી આયોજીત કરવામાં આવ્યો છે.