માત્ર બે કાર લઈને PM નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યાં, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા તે પહેલાં જ તેમના નિવાસ સ્થાન આગળ સુરક્ષા વ્યવસ્થા વધુ સધન કરી દેવામાં આવી હતી. સ્થાનિક પોલીસની સાથે એસપીજી દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ઉપરાંત ગુરૂવારથી જ બંગલાની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હતી.
નરેન્દ્ર મોદીના માતા હીરાબા ગાંધીનગરમાં રહે છે. ગાંધીનગરની વિદાય લે તે પહેલાં જ કાફલા વગર નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતાં. જ્યાં માતાના ખબર અંતર પૂછ્યા હતાં. વૃંદાવન બંગલોમાં નરેન્દ્ર મોદીને જોવા માટે આસપાસના લોકો પણ બહાર આવી ગયા હતાં. નરેન્દ્ર મોદી માતા હીરાબા સાથે અંદાજે 30 મીનિટ સુધી ચર્ચા કરી હતી.
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરીના રોજ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પધાર્યાં છે. શુક્રવારે નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું ઉદધાટન કર્યું હતું. આ પ્રસંગે અનેક મોટા ઉદ્યોગપતિ હાજર રહ્યા હતાં. ગાંધીનગરની વિદાય લે તે પહેલાં નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા રાયસણ પહોંચ્યા હતાં. માત્ર બે કાર સાથે નરેન્દ્ર મોદી માતાને મળવા પહોંચ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -