કોંગ્રેસના MLA લલિત વસોયા ‘જળસમાધિ’ લે પહેલાં જ પોલીસે કરી અટકાયત, પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી
નોંધનીય છે કે, ધોરાજીના ભૂખી ગામે જ્યાં આ કાર્યક્રમ યોજાવાનો છે ત્યાંથી 42 કિલોમીટર દૂર મોટી પાનેલીમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાવાનો છે. આથી, પોલીસ અને વહીવટી તંત્ર ભારે એલર્ટ બની ગયું છે.
ભાદર નદી અને ભાદર-2 ડેમમાં ભળતા જેતપુરના કારખાનાઓનાં કેમિક્લયુક્ત પ્રદૂષણને અટકાવવાને બદલે તેને છાવરવામાં વ્યસ્ત સરકાર-પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા તથા અન્ય ધારાસભ્યો ઉપરાંત પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.
બીજી તરફ મહાસભામાં પાસના કન્વીનર હાર્દિક પટેલ, ધારાસભ્ય લલિત વસોયા, પરષોત્તમ સાબરીયા, હર્ષદ રીબડિયા, લલીત કથગરા, બ્રિજેશ મેરજા, પ્રવિણ મુછડિયા, જે.વી કાકડીયા, પ્રતાપ દુધાત, ચીરાગ કાલરીયા, ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાજા સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતાં.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જળ સમાધિ લે તે પહેલા જણાવ્યું હતું કે, હું નિયત સમયે જ સમાધિ લઈશ. આ અંગે સરકારમાંથી એક પણ અધિકારી મળવા માટે આવ્યા નથી. સમાધિની જગ્યાએ લોકોના ટોળાં ઉમટી પડ્યાં છે.
લલિત વસોયાની અટકાયત થતાં જ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. ભાદર નદીમાં પ્રદુષણ મુદ્દે ભૂખી ગામે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.
રાજકોટ: ભાદર નદીમાં પ્રદુષિત પાણી મુદ્દે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા આજે જળસમાધી લે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. જ્યારે હાર્દિક પટેલ સહિત આગેવાનો પણ પોલીસે અટકાયત કરી હતી. જોકે અટકાયત કરતાંની સાથે જ પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી જોવા મળી હતી.