નિક જોનાસે પ્રિયંકા ચોપરા માટે ખરીદ્યો 47 કરોડ રૂપિયાનો બંગલો, જુઓ Inside Photos
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા ચોપરા સંગીત સેરેમનીમાં અબુ જાની-સંદિપ ખોસલાએ ડિઝાઈન કરેલા આઉટફિટ પહેરશે. જ્યારે લગ્નમાં પ્રિયંકા ચોપરા ફેશન ડિઝાઈનર સબ્યાસાચી અથવા મનિષ મલ્હોત્રાનાં ડિઝાઈનરવેર પહેરે તેમ માનવામાં આવે છે. પ્રિયંકાના નવા ઘરની તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....
પ્રિયંકા તથા નિક ભારતમાં જોધપુરના ઉમ્મેદ પેલેસમાં લગ્ન કરવાના છે. આ લગ્નમાં 200 મહેમાનોને આમંત્રણ આપવમાં આવશે. પહેલાં ચર્ચા હતી કે પ્રિયંકા ચોપરા 2 ડિસેમ્બરે લગ્ન કરવાની છે. જોકે, હવે ચર્ચા છે કે પ્રિયંકા-નિક 14-15 જાન્યુઆરીએ લગ્ન કરશે. પ્રિયંકા ભારતીય વિધિથી લગ્ન કરવાની છે. જોકે, પ્રિયંકા-નિકનાં લગ્નને લઈ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઇન્ટરનેશનલ મીડિયાના અહેવાલ અનુસાર પ્રિયંકાના મંગેતર નિક જોનાસે દેશી ગર્લ માટે અમેરિકાના લોસ એન્જલસમાં 6.5 મિલિયન ડોલરમાં એક ઘર ખરીદ્યું છે. ભારતીય રૂપિયામાં આ કિંમત 47.50 કરોડ જેટલી થવા જાય છે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીની સફર કંઈક એ રીતે પસાર કરી છે કે દેશથી લઈને વિદેશ સુધી તેના ફેન્સ છે. આ દેશી ગર્લને ભલે પોતાના જીવન સાથી તરીકે એક વિદેશી યુવકની પસંદગી કરી હોય, પરંતુ પ્રિયંકા ભારતમાં જ નિક જોનાસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પરંતુ લગ્ન બાદ તે અમેરિકામાં જ વસવાની તૈયારી કરી રહી છે.