Golden Globes એવોર્ડમાં Golden ગાઉનમાં છવાઈ ગઈ પ્રિયંકા ચોપરા, જુઓ Pics
જણાવીએ કે પ્રિયંકા ચોપરાની સીરિઝ ક્વાન્ટિકોને પણ અહીં પીપલ્સ ચોઈસ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી.
પ્રિયંકાની ઘાટા રંગની લિપસ્ટિક હંમેશાની જેમ જ ધ્યાન આકર્ષિત કરનારી હતી.
પ્રિયંકાએ આ એવોર્ડ શોમાં પોતાના સોંદર્ય પાથરતા Ralph Laureનું ડિઝાઈન કરવામાં આવેલ ગોલ્ડન ગાઉનની પસંદગી કરી હતી.
74માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સનું આયોજન કેલિફોર્નિયામાં કરવામાં આવ્યું હતું.
બે દિવસ પહેલા પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે ડ્રેસ પસંદગી માટે ફેન્સની મદદ માગી હતી.
આ શોમાં પ્રિયંકા ચોપરા મંચ પર એક્ટર જેફરી ડીન મોર્ગનની સાથે એવોર્ડ આપવા આવી હતી. આ બન્નેએ અભિનેતા બિલી બોબ થોર્ટનને એવોર્ડ આપ્યો.
પ્રિયંકા આ પહેલા ઓસ્કર અને ત્યાર બાદ એમી એવોર્ડ્સમાં હાજર રહી હતી.
ગોલ્ડન ગાઉનની સાથે પ્રિયંકાએ ગળામાં પેન્ડેન્ટ અને આંગળીઓમાં રિંગ્સ પહેરી હતી.
'ક્વાન્ટિકો'ની 34 વર્ષીય અભિનેત્રી મોટેભાગના પ્રસંગે પોતાના વાળ બાંધેલા જ રાખે છે પરંતુ આ અવસર પર તે ખુલા વાળમાં જોવા મળી.
ગઈકાલે એવોર્ડ શોના રેડ કાર્પેટ પર પ્રિયંકાનો હોટ અંદાજ જોવા મળ્યો હતો.
લોસ એન્જલસઃ ગોલ્ડ ગ્લોબ એવોર્ડ સમારોહમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલ પ્રિયંકા ચોપરા આ અવસર પર ખૂબ જ આકર્ષક અને સુંદર ગોલ્ડન કલરના મોટા ગાઉન્ડમાં જોવા મળી.