આણંદ: બે યુવકો પરપ્રાંતિય યુવતીઓને બોલાવીને કરાવતા હતાં દેહવ્યાપાર? જાણો પછી શું થયું
અગાઉ ઝડપાયેલા કુટણખાનામાં પણ પરપ્રાતિય યુવતીઓ લાવીને બે યુવકો ધંધો કરાવતા હતા. કુટણખાનું ચલાવતા શખ્સો દ્વારા આજુબાજુના રહિશોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.
જેથી પોલીસે મેહુલ રાણા રહે.ભાદરણને ઝડપતા તેણે મેહુલ ઉર્ફે લાલજી ગોહેલ રહે લોટીયા ભાગોળ બંને ભાગીદારીમાં દેહવિક્રયનો ધંધો ચલાવતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે મેહુલ ઉર્ફે લાલજી ગોહેલને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
જેથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ એન.ડી.નકુમે સ્ટાફના બે કોન્સ્ટેબલોને ડમી ગ્રાહક તરીકે મોકલીને ફ્લેટ નં.408માં તપાસ કરવાતા દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસ છાપો મારીને એક રૂમમાં પરપ્રાંતીય બે યુવતી મળી આવી હતી. પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, મેહુલભાઇ રાણા ગ્રાહક દીઠ રૂા 100 આપવાના નક્કી કરી દેહવિક્રય માટે લાવ્યો હોવાનું જણાવ્યું હતું.
આણંદના રમેશ રામાભાઇ ડાભીએ જિલ્લા પોલીસવડાને અરજી કરીને જણાવ્યું હતું કે, આણંદ વિદ્યાનગર રોડ પર બીગ બજાર પાછળ આવેલ તક્ષસીલા ફ્લેટ નં 405, 406 અને 408માં મેહુલ ગોહેલ અને મેહુલ અશોકભાઇ રાણા બહારથી યુવતીઓ બોલાવીને દેહવ્યાપારનો ધંધો કરાવે છે. તેમજ જુગાર, દારૂ અને ગાંજાનો ધંધો કરે છે. તેમજ ફ્લેટમાં રહેતા અન્ય રહિશોને હેરાન કરે છે.
આણંદ: આણંદ-વિદ્યાનગર રોડ પર બીગબજારની પાછળ આવેલા તક્ષસીલા ફ્લેટના ચોથા માળે ફ્લેટ નં-408માંથી આણંદ એલસીબી પોલીસે છાપો મારીને કુટણખાનું ઝડપી પાડ્યું હતું. ફ્લેટમાં બે પરપ્રાંતીય મહિલોઓ લાવીને બે યુવકો દેહવિક્રયનો ધંધો કરવાતા હોવાનું ખુલતા પોલીસે બંનેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ફ્લેટમાંથી છ માસ અગાઉ પણ કુટણખાનું ઝડપાયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. (તમામ તસવીરો પ્રતિકારત્મક)