PSIના કરાયા અંતિમ સંસ્કાર: મૃતદેહ જોઈને માતા-પિતા, બહેન અને પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Jan 2019 09:04 AM (IST)
1
2
3
4
5
6
મૃતદેહ ઘરે લવાતા જ ઘરનું વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું હતું. ઘરના તમામ સભ્યો મૃતદેહને જોતાં જ પોતાની લાગણી પર કાબૂ રાખી શક્યા ન હતાં અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થતાં જ દેવેન્દ્રસિંહના માતા-પિતા, ભાઈ અને પત્ની ગમગીન બની ગયા હતા.
7
આપઘાત કેસમાં ડીવાયએસપી સામે ફરિયાદ નોંધાવવા માટે ગુજરાત છોડવાની તૈયારી કરી ચુકેલા પરિવારના સભ્યોએ સમયે સાવ ભાંગી પડ્યાં હતાં જ્યારે તેમના દીકરા (PSI)નો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે ઘરે લાવવામાં આવ્યો હતો.
8
અમદાવાદ: કરાઈ એકેડેમીના પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડનો મૃતદેહ પરિવારના લોકોએ પાંચ દિવસ બાદ સ્વીકાર્યો હતો. શુક્રવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. મૃતદેહ ઘરે લવાતાં જ ઘરનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. પાંચ દિવસ હિંમત રાખીને લડેલા પરિવારના લોકો મૃતદેહ જોઈને ભાંગી પડ્યા હતા.