રાજકોટને AIIMS મળે તેવી પ્રબળ શક્યતા, કેંદ્રએ અલગ-અલગ 6 મુદ્દાને લઈ માંગ્યો રિપોર્ટ
છેલ્લા 3 વર્ષથી રાજકોટને એઈમ્સ મળવાની વાતો ચાલી રહી છે. કેન્દ્રએ જિલ્લા કલેક્ટર પાસે 6 અલગ-અલગ મુદ્દાઓને લઈને રિપોર્ટ માંગ્યો છે. અધિક કલેક્ટર દ્વારા એઇમ્સના અધિકારીઓને રિપાર્ટ મોકલવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર પાસે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો જેમાં પરાપીપળીયા ખાતેની 400 એકર જમીન નજીક વચ્ચે આવતી માનવ રહિત રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા સૂચન કરવામાં આવ્યું હતું અને એ સૂચન બાદ કામગીરી અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેકટર પાસે રિપોર્ટની માંગણી કરવામાં આવતા રાજકોટ શહેરને એઇમ્સ મળે તેવી શક્યતા છે.
રાજકોટ: ગુજરાતમાં એઇમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સ) મળવાની વાત છેલ્લા 3 વર્ષ થી ચાલી રહી છે જેમાં રાજકોટ અને વડોદરામાંથી કોઈ એક શહેર ને એઇમ્સ મળવાની વાત ચાલી રહી છે. રાજકોટ ખાતે કેન્દ્ર સરકારની ટીમ દ્વારા બે અલગ અલગ જગ્યા પર સ્થળ તપાસ કરવામાં આવી હતી. પ્રથમ ખીરસરા અને બાદમાં જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા ખાતે સ્થળ તપાસ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -