રાજકોટમાં પોલીસની રેડ પડતાં કોલેજના કપલ ખુલ્લા રોડ પર ભાગ્યા, જુઓ તસવીરો
એવું પણ જાણવા મળ્યું છે કે સ્કુલ અને કોલેજ હોવાથી આ જગ્યાએ ખુલ્લેઆમ પાર્લર ચાલતું હતું. જેના કારણે આસપાસના લોકો કંટાળી ગયા હતાં.
જોકે છેલ્લા ઘણાં દિવસોથી આ કેબિનના કારણે આસપાસના લોકો કંટાળી ગયા હતા. આસપાસની સોસાયટીમાંથી કોઈએ પોલીસને આ બાબતે જાણ કરી હતી ત્યાર બાદ રાજકોટ પોલીસે હેપ્પી કેબિનમાં દરોડા પાડ્યા હતાં.
રાજકોટના કાલાવાડ રોડ આવેલ ચૌધરી હાઈસ્કુલ પાસેના હેપ્પી કેબિન પાર્લરમાં શહેર પોલીસે આજે દરોડા પાડ્યાં હતાં. પોલીસને જોઈને ઢગલા બંધ યુવક અને યુવતીઓ કેબિનમાંથી ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. જોકે કેબીન સંચાલકને પોલીસે દબોચી દીધો હતો. પોલીસે દરોડા પાડ્યા ત્યારે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં.
પોલીસે બાતમીના આધારે જાણ કર્યા બાદ રાજકોટ શહેર પોલીસે પ્રેમીઓની કેબિનમાં દરોડા પાડ્યા હતાં. પોલીસને જોઈને ઢગલાં બંધ યુવક-યુવતીઓ રસ્તાઓ પર ઉભી પૂંછડીએ ભાગતાં જોવા મળ્યા હતાં. જોકે કેબિન સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી.
રાજકોટના કાલાવાડ રોડ પર હેપ્પી કેબિન પાર્લરમાં ઘણાં દિવસોથી યુવક-યુવતીઓનો અડ્ડો બની ગયો હતો. જ્યાં યુવક-યુવતીઓ એક બીજાના હાથોમાં હાથ નાખીને બેસતા અને ગંદી હરકતો પણ કરતા હતાં. સંચાલક આ હેપ્પી કેબિનને ખુલ્લેઆમ ચલાવતો હતો.