પૂર પીડિતોની મદદ માટે કેરળ પહોંચ્યો બોલિવૂડનો આ એક્ટર
આ પહેલાં પણ રણદીપ સામજિક કાર્ય સાથે જોડાયેલ રહ્યો છે. તેમણે મુંબઈના એન્વાયરમેન્ટ એક્ટીવિસ્ટ અફરોઝ શાહ સાથે મળીને મુંબઈના પ્લાસ્ટિક વેસ્ટ મુક્ત બનાવવા માટે પણ કામ કર્યું હતું. રણદીપ હાલમાં શિખ લૂકમાં જ નજર આવી રહ્યો છે. તેની પાછળનું કારણ છે તેમની આગામી ફિલ્મ 'બેટલ ઓફ સારાગઢી.' આવનારી છે. તેને રાજકુમાર સંતોષી નિર્દેશિત કરી રહ્યા છે.
તાજેતરમાં ખાલસા એડ ગ્રૂપ દ્વારા સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી, જેમાં રણદીપ હુડ્ડા શિખ લૂકમાં બાળકોને ભોજન આપતો જોવા મળી રહ્યો છે. કેરળની મદદ માટે રણદીપ ખાલસા એન્ડ ટીમ જોડાયેલ છે.
બોલીવૂડના તમામ સેલેબ્સ કેરળની મદદ માટે આગળ આવ્યા છે. તેમાં શાહરૂખ ખાન, સુશાંત સિંહ રાજપૂત અને અમિતાભ બચ્ચન તો સામેલ છે. હવે રણદીપ હુડ્ડાનું નામ પણ આ લિસ્ટમાં જોડાયેલું છે. રણદીપે ઓનલાઇન સપોર્ટ કરવાને બદલે જાતે જ કેરળ જઇને મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ કેરળમાં પૂર પીડિતોની સ્થિતિથી બધા જ લોકો અવગત છે. પૂરને કારણે કેરળમાં હજારો લોકો બેઘર થઈ ગયા છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જે બચી ગયા છે તે હવે ખાવા માટે તરસી રહ્યા છે. કેરળના પીડિતોની મદદ કરવા માટે સમગ્ર દેશમાંથી લોકો આગળ આવી રહ્યા છે.