ઝારખંડની મુન્નીની આ રંગોળી થઈ વાયરલ, જુઓ દિવાળી પર આવી જ બનાવવામાં આવેલ કેટલીક 'હટકે' રંગોળી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Nov 2016 11:23 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
સોશિયલ મીડિયા પર ઝારખંડના મધુપુરની એક નાની બાળા દ્વારા બનાવવામાં આવેલ રંગોળીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અહેવાલ છે કે જે કન્યાએ આ રંગોળી બનાવી છે તેનું નામ મુન્ની છે. તે ઝારખંડમાં રહે છે. મુન્નીએ આ રંગોળી દિવાળી પર બનાવી છે કે અન્ય કોઈ સમયે તે સ્પષ્ટ નથી. આ તસવીરને ફેસબુક પર લાફિંગ કલર્સના નામથી પેજે પણ શેર કરી છે. ત્યાં આ તસવીરને 1 લાખ 30 હજાર લાઈક અને 2 હજાર 114 વખત શેર કરવામાં આવી છે. તસવીરમાં લોકોને રંગોળીની સાથેસાથે મુન્નીની સ્માઈલ પણ ખૂબ પસંદ આવી છે. જ્યારે કેટલા લોકો મુન્નીની તસવીરને જોઈને પોતાનું બાળપણ પણ યાદ કરે છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ આવી જ અન્ય હટકે રંગોળીની તસવીરો.