બોલિવૂડમાં ડેબ્યૂ કરશે આ એક્ટરની દીકરી, જુઓ તેની સુંદર તસવીરો
રીવાની આ ફિલ્મને કરણ કશ્યપ બનાવશે, જે ખુદ પણ ડાયરેક્શનમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ જોવા મળશે. અહેવાલ અનુસાર રીવા આ ફિલ્મમાં સ્મોલ ટાઉનની ભૂમિકામાં જોવા મળશે.
રીવા કિશન આ ફિલ્મમાં પદ્મિની કોહલાપુરીના દીકરા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
રીવા અમેરિકાથી એક્ટિંગનો કોર્સ પણ કરી ચૂકી છે.
ફિલ્મોમાં ડેબ્યૂ પહેલા રીવા દિગ્ગજ અભિનેતા નસીરૂદ્દીન શાહની ભૂમિકા પણ ભજવી ચૂકી છે.
રવિ કિશને ટ્વિટર પર લખ્યું કે, આ એના માટે ગર્વનો સમય છે. તે ખૂબ જ ખુશ છે. તેમણે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રીવાનું બાળપણ અભિનય કરતાં અને અભિનયના પાઠ શીખતા વિત્યું છે અને તે જન્મજાત કલાકાર છે. એવામાં એનું ભવિષ્ય ઉજ્જવળ છે.
રીવા સોશિયલ મીડિયા પર એક્ટવિ છે અને તસવીર પોસ્ટ કરતી રહે છે.
આ તસવીર રીવા કિશનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.
ટ્રેડિશનલ અવતાર હોય કે વેસ્ટર્ન, રીવા દરેક પ્રકારના ડ્રેસમાં ગ્લેમરસ જોવા મળે છે.
નવી દિલ્હીઃ ભોજપુરી અભિનેતા રવિ કિશનની દીકરી રીવા કિશન એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. રીવા ભોજપુરી નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મોથી ડેબ્યૂ કરશે.