IN PICS: 'મમ્મી' સાક્ષી ટેન્શનમાં હતી ત્યારે જીવા મસ્તી કરતી જોવા મળી
આ અસવર પર મેચ પહેલા ભજ્જી તેની દીકરી હિનાયાની સાથે મેદાન પર મસ્તી કરતાં જોવા મળ્યો હતો.
ગઈકાલે રાતે રૈનાની પત્ની પ્રિયંકા અને ભજ્જીની પત્ની ગીતા બસરા મેચમાં એક સાથે બેઠા હતા.
સાક્ષી અને જીવા જ નહીં રૈના અને ભજ્જીનો પરિવાર પણ મેચ દરમિયાન મેદાન પર તેની ચિયર કરતાં જોવા મળે છે.
આઈપીએલ દરમિયાન સાક્ષી અને જીવા મોટેભાગે ધોની અને તેની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સને ચિયર કરતી જોવા મળે છે.
જોકે મેચ દરમિયાન ધોનીની સાથે સાથે જીવાની મમ્મી સાક્ષી ધોનીની ચિંતા પણ વધતી જોવા મળી રહી હતી.
ભલે પપ્પા ધોની મેચમાં પ્રેશર સિચ્યુએશનમાં હતા, પરંતુ જીવા તેની મસ્તીમાં મેચની મચા લેતી હતી.
મેચ દરમિયાન ઘણી વખત કેમેરામેને જીવા તરફ કેમેરો ફેરવ્યો અને તેની નટખટ અદાઓ દર્શકોને બતાવી.
જીવાની ક્યૂટનેસથી લોકો એટલા કાયલ થઈ ગયા કે મેચની વચ્ચે વચ્ચે તેની ક્યૂટ અદાઓ પર લોકોની નજર જતી હતી.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ભલે ચેન્નઈની ટીમ હારી ગઈ હોય પરંતુ ધોનીની ક્યૂટ પરી જીવા ફરી એક વખત ફેન્સનું દીલ જીતી ગઈ છે.
જોસ બોસ બટલરની ધમાકેદાર ઈનિંગના જોરે રાજસ્થાન રોયલ્સે ધોનીની ચેન્નઈ સુપરિંગ્સને અંતિમ ઓવરમાં હરાવીને પોતાની આશા જીવંત રાખી છે.