સેમસંગ S8 આવતા વર્ષે લૉંચ કરી શકે છે, સ્માર્ટફોનમાં OLED ડિસ્પ્લે હશે
રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ગેલેક્સી S8 માં ડુઅલ-કર્વ્ડ ડિસ્પ્લે હોય શકે છે. સ્માર્ટફોનની સાઇજ 5.5 ઇચ રાખવામાં આવી છે. જેની પિક્સલ ડેનસિટી 806 પીપીઆઇ હશે. ફોનના ડિસ્પ્લેમાં ઑપ્ટિકલ ફિંગરપ્રિંટ સેંસરની વાત પણ સામે આવી છે. ગેલેક્સી S8 માં 16 મેગાપિક્સલનો રિયલ અને 8 મેગાપિક્સલનો ડુઅલ કેમરા સેટઅપ હોઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેમસગે ગયા મહિને જ ગેલેક્સી Note 7 ની બેટરીમાં આગ લાગવાની ફરિયાદ મળ્યા બાદ ફોનને બંધ કરવો પડ્યો હતો. સેમસંગે પહેલા Note 7 બેટરીમાં આગ લાગવાની ફરિયાદ બાદ 25 લાખ સ્માર્ટફોન રિપ્લેસ પણ કરી આપ્યા હતા. તેમ છતા બેટરીમાં આગ લાગવામાંની ઘટના દૂર થઇ નહોતી.
નવી દિલ્લીઃ સેમસંગ 2017ની શરૂઆતમાં ગેલેક્સી S8 સ્માર્ટફોન લૉંચ કરી શકે છે. ગેલેક્સી S8ને લઇને છેલ્લા ઘણા દિવસોથી રિપોર્ટ આવી રહી છે. હવે તેને લઇને ધી ઇન્વેસ્ટરની એક નવી રિપોર્ટ આવી છે. જેમા કહેવામાં આવ્યું છે કે સ્માર્ટફોનમાં OLED ડિસ્પલે હોઇ શકે છે. એ વાત પણ સામે આવી છે કે, સ્માર્ટફોનના ફ્રન્ટ પેનલનો 90 ટકા ડિસ્પ્લે પર ગ્લાસ હશે અને બાકીના 10 ટકા ભાગમાં મેટલ બૉડી હશે.
સેમસંગને બજારમાં વેચવામાં આવેલા તમામ ગેલેક્સી Note 7 પરત લેવા પડ્યા હતા. જેના લીધે કંપનીને ભારી નુક્સાનો સામનો કરવો પડ્યો હતો. સાથે સાથે તેની વિશ્વનીયતાને લઇને પણ ભારે નુક્સાન થયું હતું. એવામાં ગેલેક્સી S8 દ્વારા Note 7 માં થયેલા નુક્સાનની ભરપાઇ કરવાનો પ્રયત્ન કરશે. અત્યારે સેમસંગ Note 7 ના ગ્રાહકોને અવેજીમાં કંપનીએ S7 એજ ડિવાઇસ આપવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -