આવો હશે અમદાવાદનો પહેલો મેટ્રો કોચ, કોચમાં કેવી કેવી હશે ફેસિલિટી, જુઓ આ રહી તસવીરો
કોચમાં સંચાલન સ્પીડ 80 કિલોમીટર, સરેરાશ સ્પીડ 34 કિલોમીટર, ઈમરજન્સી એલાર્મ, પેસેન્જર એડ્રેસિંગ સિસ્ટમ, સીસીટીવી અને સ્મોક એન્ડ ફાયર ડિટેક્શન સિસ્ટમ જેવી સુવિધાઓ હશે.
એક કોચની લંબાઈ 16 મીટર, પહોળાઈ 4 મીટર, ઊંચાઈ 4 મીટર અને મહત્તમ સ્પીડ 90 કિલોમીટરની હશે. આ ઉપરાંત લાઈટ જશે તો પણ ટ્રેન એક કલાક સુધી દોડશે જેથી પેસેન્જરની મુસાફરી અટકશે નહીં.
આ કોચ રિવરફ્રન્ટ પર વલ્લભ સદન પાછળ મોટા પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે, જ્યાં અમદાવાદના લોકો તેનું પ્રત્યક્ષ નીરિક્ષણ કરી શકશે. અમદાવાદમાં 3 કોચની એક ટ્રેનનું સંચાલન કરવામાં આવશે અને જો વધુ ડિમાન્ડ હશે તો કોચની સંખ્યા વધારીને 6 કરી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અમદાવાદ: છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં મેટ્રો દોડશે એવી વાતો થતી હતી જોકે હવે તેનો અંત આવી ગયો છે. ટૂંક સમયમાં અમદાવાદમાં હવે મેટ્રો દોડશે. અમદાવાદમાં ડિસેમ્બર 2018 સુધીમાં ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવાની કવાયત તેજ થઈ છે.
સરેરાશ 34 કિલોમીટરની સ્પીડે દોડનારી આ ટ્રેન એક સ્ટેશન પર 30 સેકન્ડ રોકાશે. પીક અવરમાં આ ટ્રેનનું દર બે મિનિટે જ્યારે ભીડ ઓછી હોય ત્યારે 12થી 15 મિનિટે ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.
મેગા કંપની દ્વારા મેટ્રો ટ્રેનના 96 કોચ માટે 1050 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ કોરિયાની કંપનીને વર્ક ઓર્ડર અપાયા બાદ આ કોચ અંગે શહેરીજનો પણ માહિતી મેળવી શકે તે માટે પહેલો મોક કોચ અમદાવાદ આવવા રવાના થઈ ગયો છે. આ કોચ 21મીએ મુંદ્રા પોર્ટ પર પહોંચશે અને ત્યાંથી 25મીએ અમદાવાદના આંગણે આવી પહોંચશે.