આ યુવકે સ્ટેજ પર હાર્દિક પટેલને કેવી રીતે મારી દીધી થપ્પડ? જુઓ આ રહી તસવીરો
વ્યક્તિ હાર્દિક તરફ દોડી આવ્યો હતો અને લાફો મારી દીધો હતો.
હાર્દિકને લાફો મારનાર વ્યક્તિના લોકોએ માર મારીને કપડાં ફાડી નાખ્યા હતા.
મીડિયા સાથે વાતચીત દરમિયાન હાર્દિકે આ હુમલો ભાજપે કરાવ્યો હોવાનો આક્ષેપ લગાવી યુવકને મુક્ત કરવાની વાત કહી હતી.
હાર્દિકને લાફો મારનાર વ્યક્તિને સ્ટેજ પર હાજર લોકોએ ઘેરી લીધો હતો અને માર માર્યો હતો.
સ્ટેજ પર કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા હાજર હતા. કોઈ કંઈ સમજે તે પહેલા જ આ યુવકે હાર્દિકને લાફો મારી દીધો હતો. લાફાવાળી બાદ આ યુવકે હાર્દિક સાથે જીભાજોડી કરી હતી.
હાર્દિક વઢવાણના બલદાણા ખાતે ચૂંટણી રેલીને સંબોધી રહ્યો હતો. હાર્દિક ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક યુવકે સ્ટેજ પર ચઢ્યો અને હાર્દિક તરફ આગળ વધ્યો હતો.
સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ખાતે ચૂંટણી રેલીને સંબોધી રહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને એક યુવકે લાફો મારી દીધો હતો. હાર્દિકે આ હુમલો ભાજપે કરાવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.