અમદાવાદમાં ક્યારે શરૂ થશે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન? જુઓ આ રહી મેટ્રો ટ્રેનની તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In App40 કિમીની અંદર આવા 96 કોચ જોઈએ. મેટ્રોનાં એક કોચની અંદર 40 લોકોની સીટિંગ કેપિસિટી સાથે 300 લોકો સવાર થઈ શકશે. 10 વર્ષ સુધી 3 કોચની ટ્રેન દોડાવવામાં આવશે. ત્યાર બાદ 6 કોચની ટ્રેન દોડાવવામાં આવશે.
મેગાનાં મેનેજિંગ ડાયરેક્ટર આઈ.પી.ગૌતમે જણાવ્યું કે, 10થી 12 દિવસમાં ટ્રેક પર રેલ હશે. 2.5 મહિના સુધી મેટ્રો ટ્રેનનાં 3 કોચનું પરિક્ષણ કરવામાં આવશે. સાડા ત્રણ વર્ષમાં ઈસ્ટ ઝોનનું કામ પૂર્ણ થયું છે. 3 કોચની આ ટ્રેનમાં 900 લોકો મુસાફરી કરી શકશે. એક કોચની કિંમત 10.50 કરોડ રૂપિયા છે. મેટ્રો માટે અમદાવાદનાં લોકોનો સાથ અને સહકાર મળ્યો. વર્તમાન પ્રોજેક્ટમાં 30થી 40 વર્ષ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ: અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનાં કોચ જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પહોંચ્યા હતાં. દક્ષિણ કોરિયાથી દરિયાઈ માર્ગે મેટ્રો ટ્રેનનાં કોચ લાવવામાં આવ્યા હતાં. મેટ્રો ટ્રેનનાં આ 4 ડબ્બા મુન્દ્રા પોર્ટથી અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. રવિવાર સાંજ સુધી આ કોચ અમદાવાદ પહોંચશે તેવું જાણવા મળ્યું છે. 15 જાન્યુઆરીથી તેનો પ્રથમ ટ્રાયલ રન શરૂ કરશે. આ ટ્રાયલ રન કુલ 6 કિલોમીટરનો હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -