શંકરસિંહ વાઘેલાએ ક્યારે બોલાવી સમર્થકોની બેઠક ? કરી શકે છે મોટી જાહેરાત, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Sep 2018 05:59 PM (IST)
1
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સક્રીય થતા રાજકીય પક્ષોમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે તેમના પુત્ર મહેંદ્ર સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે.
2
માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા રાજકીય દિશા નક્કી કરવાની કોઈ મોટી જાહેરાત કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપ-કૉંગ્રેસ જેવા પક્ષોથી અંતર બનાવીને દૂર રહ્યા છે.
3
અમદાવાદ: લાંબા સમય બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સક્રીય થયા છે. બાપૂએ એક જાહેરાત કરતા કહ્યું, તેમણે આવતીકાલે પોતાના નિવાસ સ્થાન વસંત વગડોમાં સમર્થકો સાથે બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ શંકરસિંહ આવતીકાલે કોઈ મોટી જાહેરાત કરી શકે છે.