અમદાવાદમાં યુવકના ખિસ્સામાં બ્લાસ્ટ થયો સ્માર્ટફોન, જાણો પછી શું થયું
વસ્ત્રાલમાં રહેતો સોનુ ભૂપ નામનો યુવક રવિવારે રાત્રે પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન તેણે પોતાનો સ્માર્ટફોન જીન્સના પેન્ટના ખિસ્સામાં રાખેલો ફોન અચાનક બ્લાસ્ટ થયો હતો. સોનુએ આ ફોન ચાર મહિના પહેલા ઓનલાઇન ખરીદ્યો હતો.

રવિવારે રાત્રે બાઈક પર જઈ રહેલા એક યુવકના ખિસ્સામાં રહેલા હોનોર કંપનીના સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે યુવક ઈજાગ્રસ્ત થયો હતો. બ્લાસ્ટથી યુવકનું જિન્સનું પેન્ટ પણ સળગી ગયું હતું. બ્લાસ્ટ બાદ યુવકને સારવાર માટે અમદાવાદની એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
અમદાવાદ: સ્માર્ટફોન હવે ‘ખતરનાખ’ ફોન બની રહ્યો છે. દેશ-વિદેશમાં દરરોજ સ્માર્ટફોનમાં કોઈ અલગ-અલગ કારણોને લીધે બ્લાસ્ટ થવાના સમાચાર મળે છે. અમદાવાદમાં પણ યુવકના ખિસ્સામાં સ્માર્ટફોન બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે.